Ad Code

Diwali Nibandh in gujarati - દિવાળી નિબંધ

                           દિવાળી નિબંધ

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                  ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. દરેક    વ્યક્તિ પોતાને મનપસંદ ધર્મનું પાલન કરી શકે છે. અને પોતના    ધર્મના તહેવારો ઉજવે છ.


       દિવાળી એ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. હિન્દુ પરંપરા પ્રમાણે દિવાળી આસો માસની અમાસના દિવસે આવે છે. તે ચાલુ વર્ષનો છેલ્લો દિવસ છે. અને તેની પછીના દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે.

   ‌ ‌             દિવાળીના દિવસે લોકો ખુબ આનંદમાં હોય છે. આ તહેવારને ‘ પ્રકાશના પર્વ ’ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે બધા લોકો પોતાના ઘરે અને શેરીઓમાં દીવડાઓ પ્રગટાવે છે. 


                  નાના મોટા સૌ કોઈ ફટાકડા પણ ફોડે છે પરંતુ    ફટાકડા ફોડતી વખતે મોટાઓએ નાના બાળકોનું ધ્યાન રાખવું.  જોઈએ જેથી કરીને ઇજાના પહોંચે. 


           ક્યારેક દાઝી જવાની કે દુકાનોમા આગ લાગવાની ઘટના પણ બનતી હોય છે. તો આવી ઘટના ના બને તેની કાળજી રાખી ફટાકડા ફોડવા જોઈએ. 


                     દિવાળીના તહેવાર સાથે આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આ દિવસે ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ પુરો કરી પાછા અયોધ્યા આવ્યા હતા તેથી લોકો અંધકાર ભર્યા માર્ગમાં પ્રકાશ ફેલાવવા માટે પોતાના ઘરે ઘી ના દીવાઓ કર્યા હતા અને આનંદમાં આવીને ફટાકડા ફોડ્યા હતા. ત્યારથી આ દિવાળી તરીકે ઉજવાય છે. અને બીજા દિવસે ભગવાન રામ બધાને મળવા માટે નગરમાં નીકળે છે તેથી તેને નવા વર્ષ તરીકે ઉજવાય છે. 

            દિવાળીનો તહેવાર ભારતમા અલગ અલગ વિસ્તારમાં જુદી જુદી રીતે ઉજવાય છે. દક્ષિણ ભારતમા ચતુર્દશી મુખ્ય છે. પછી લક્ષ્મી પુજન કર્યા બાદ વહેલી સવારે ફટાકડા ફોડે છે. 

         

              ઉત્તર ભારતમા આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અમાસની સાંજે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં આ વર્ષનો છેલ્લો દિવસ છે. તે દિવસે વેપારીઓ તેના ચોપડાનો હિસાબ કરે છે અને પૂજા કરે છે. બંગાળમા કાલી પૂજા એ અજવાળુ પાથરવાનો દિવસ છે. લોકો દીવાઓ પ્રગટાવી પુર્વજોના આત્માનું સ્મરણ કરે છે.

વિદેશમાં થતી દિવાળી :

                    આ તહેવાર બીજા દેશોમા પણ ઉજવવામાં આવે છે. નેપાળમા દિવાળીનો તહેવાર વધુ મહત્વ ધરાવે છે. નેપાળમા દિવાળીને ‘તિહાર’ અથવા ‘સ્વાન્તિ’ તરીકે ઓળખવામા આવે છે. 

                   મલેશિયામા દિવાળીને ‘હરી દીપાવલી’ તરીકે ઓળખવા આવે છે. અને હિન્દુ પંચાંગના સાતમા મહિના દરમ્યાન ઉજવાય છે.

         સિંગાપોરમાં અને શ્રીલંકામા ‘દિપાવલી’ તરીકે ઓળખાય છે. તો બ્રિટનમા હિન્દુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટા ભાગે તેની ઉજવણી ભારત જેવી જ હોય છે.

                   દિવાળીએ આમ તો ઘણા દેશોમા ઉજવાય છે પરંતુ ભારત, નેપાળ અને શ્રીલંકામા આ તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. લોકો ખૂબ ઉત્સાહ અને પુરી આધ્યાત્મિકતા સાથે ઉજવે છે. અને હિન્દુ ધર્મમા તેની પછીના દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે અને તે દિવસે બધા એકબીજાને મળે છે. આમ દિવાળી એ હિન્દુ ધર્મનો પ્રચલિત અને ખૂબ મહત્વ ધરાવતો તહેવાર છે.
Close Menu